Gujarati Status

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ.


આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.


એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.


અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે....
આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.


 સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.


બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છે...એ બિજે ક્યાય નથી..


આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!

ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ?
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ?


 વડલાની જેમ તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા...


કુંવારાં લોકો ની સમસ્યા:
બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.


કોઇ ના હલાવે લીંબડી
કોઇ ના જુલાવૈ પીપળી
આંય ની ઞરમી આકરી ને
રોડ પર પણ શેકાય ભાખરી


ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે,
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.

જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !


'' હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ''


કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…

 સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો કાંઈક વાત બને.


જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.


 જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.


 એ જિંદગી જરાક હસને
સેલ્ફી લેવી છે તારી સાથે.


 જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?


શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.


તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.


 સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.


સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.


જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.


આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.


બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.


ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ,
ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે,
જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,
ટ્રાફીક જામ પણ સારો લાગે છે.


બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે.


પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ, દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે, “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.


જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,
કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે , જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.


જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.


સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી,
કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે,
તે બીજા માટે લખેલા છે.


“માઁ” થી મોટું કોઈ નથી, કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.


રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..


હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.


કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.


ભલે Bye કહી ને પણ તને online જોઈ છે.
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.
સૂઈ જા.!!!
નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા “મનમાં”


મારી નજર થી ક્યારેક ખુદને જોજે, તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.


 તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો, બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે


 Mandir ma devo ne 6 parichay maaro,
masjid ma mne khuda odkhe che.
nathi 6aanu vyaktitva koi thi ye maaru,
tamara prataape mne badha odkhe che.


 પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.


 આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે, જેને દિવસના અજવાળા માં પણ, મારી યાદ નથી આવતી..


લાગણીઓનો જમાનો છે સાહેબ ,
હુ સ્ટેટસ મૂકું ને તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?
માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ,
પણ ધજાગરા આખું જગત જોસે.


કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.


ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,
મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,

તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ,

તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,


જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.


જે દાદર તમને નીચે લાવે છે
તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.


સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી…
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.


હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે...!!


 '' બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. ''


 '' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ''


 વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે.


ઉની અગન જેવો સુરજ નો તાપ રે, વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,
ધરા શિતળ બને મન મા છે વાટ રે, તુજો વરસે તો થસે અન્નાના પાક રે.